Mehsana News: મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરમાં પોળ વિસ્તારમાં કાર્યકરો સાથે પતંગ ચગાવ્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાતમાં આજે સર્વત્ર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. ત્યારે મંત્રીઓથી લઈને સેલિબ્રિટિઓએ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મહેસાણાના વિસનગરમાં મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકરો સાથે ઉત્સાહથી ઉજવણી કરી હતી. તેમણે પીપળાવાળી પોળ, માયા બજારમાં રહિશો સાથે ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પતંગ ચગાવી ઉત્તરાયણની ખુશી વહેંચી

ઉત્તરાયણના રંગીન માહોલ વચ્ચે કાર્યકરો સાથે ધાબે પતંગ ચગાવતાં મંત્રી ઋષિકેશ પટેલે સૌને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે આનંદ સાથે પરંપરાગત રીતે પતંગ ચગાવી ઉત્તરાયણની ખુશી વહેંચી હતી.આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે પતંગ ચગાવતી વખતે પક્ષીઓના રક્ષણનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તહેવારની ઉજવણી સાથે પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા પણ આપણી સામૂહિક જવાબદારી છે.

ઉત્સાહ અને ઉમંગ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી

વિસનગર શહેર જે એમનો પરિવાર જ છે. વિસનગર શહેરમાં પીપળાવાળી પોળ, માયા બઝાર ખાતે ગુજરાત રાજ્યના સિનિયર કેબીનેટ મંત્રી ઋષીકેશ પટેલે કાર્યકર્તાઓ સાથે આવી પહોચ્યા હતા. પીપળાવાળી પોળના ગુપ્તા રાધેશ્યામના ધરે આવી પહોચ્યા હતા. એમના પરીવાર અને પોળના રહીશો દ્વારા ફુલ હાર અને શાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યુ હતું. તેમણે પતંગ ચગાવી પરંપરા, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

આ પણ વાંચોઃ World News : ઈરાન તાત્કાલિક છોડી દો.. ભારતીય દૂતાવાસે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *