Tapi: વ્યારાના જેસીંગપુરા ગામે વીજ વાયર અડી જતા માતા-પુત્રીનું મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

તાપીના વ્યારામાં વીજ કરંટથી માતા-પુત્રીનું મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વ્યારાના જેસીંગપુરા ગામે કપડા સુકવતા સમયે વીજ વાયર અડી જતા માતા-પુત્રીનું મોત થયું છે. કપડા સુકાવવાના પાઇપ સાથે ઇલેક્ટ્રિક વાયરનો સંપર્ક થતા આ ઘટના બની હતી. આ ઘટનાને લઈને હાલ ગ્રામજનોમાં ગમગીની છવાઈ છે.

માતા અને પુત્રીને વીજ શોક લાગ્યો

વ્યારાના જેસીંગપુરા ગામે માતા અને પુત્રી ધોયેલા કપડાં સુકાવવા ગયા હતા. કપડાં સુકવતા સમયે લોખંડના પાઈપ સાથે ઇલેક્ટ્રિક વાયરનો સંપર્ક થતા માતા અને પુત્રીને વીજ શોક લાગ્યો હતો. વીજ શોક લાગતા માતા કૈલાશબેન રામચંદ્ર ગામીત અને પુત્રી ધનગૌરી ગામિતનું મોત થયું છે. આ ઘટનામાં માતાપુત્રીના મોત થતા ગ્રામજનોમાં ગમગીની છવાઈ છે.

પરિવારમાં શોકનો માહોલ 

વીજ કરંટથી માતા-પુત્રીનું મોત થયાની ઘટના સામે આવી છે.જેસીંગપુરા ગામે બનેલી આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વીજ શોક લાગતા માતા કૈલાશબેન રામચંદ્ર ગામીત અને પુત્રી ધનગૌરી ગામિતનું મોત થયું છે. આ ઘટનામાં માતાપુત્રીના મોત થતા ગ્રામજનોમાં ગમગીની છવાઈ છે. કપડા સુકાવવાના પાઇપ સાથે ઇલેક્ટ્રિક વાયરનો સંપર્ક થતા આ ઘટના બની હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *