Ahmedabad News: સાણંદ કોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડને છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કર્યો

📅 Published: February 20, 2026 | 📂 Category: Uncategorized

લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિરુદ્ધ ચાંગોદર વિસ્તારમાં એક કાર્યક્રમ બાબતે કાનૂની વિવાદ સર્જાયો હતો. આ કેસની વિગત મુજબ એક પ્રોગ્રામ માટે પૈસા લીધા હોવા છતાં દેવાયત ખવડ ત્યાં હાજર ન રહેતા તેની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલો લાંબા સમયથી સાણંદ કોર્ટમાં ચાલી રહ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી અને સમાધાન સાધવામાં આવ્યું હતું.

કોર્ટે ચાંગોદર કેસમાં નિર્દોષ જાહેર કર્યો

સાણંદ કોર્ટમાં બંને પક્ષોએ સમાધાનની તૈયારી દર્શાવતા કાનૂની પ્રક્રિયાના અંતે કોર્ટે દેવાયત ખવડને આ કેસમાંથી મુક્ત કરી નિર્દોષ જાહેર કર્યો છે. દેવાયત ખવડ પર આક્ષેપ હતો કે તેણે લોક ડાયરાના પ્રોગ્રામ માટે એડવાન્સ રકમ લીધી હતી પરંતુ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યો હતો. આ મામલે ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને ચાર્જશીટ બાદ સાણંદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

પ્રોગ્રામમાં પૈસા લઈ ન આવતા નોંધાઇ હતી ફરિયાદ

લાંબી કાનૂની લડત બાદ અંતે સુખદ સમાધાન થતા દેવાયત ખવડને મોટી કાનૂની રાહત મળી છે. આ ચુકાદા બાદ દેવાયત ખવડના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ તે અન્ય વિવાદોમાં સપડાયો હતો, પરંતુ આ કેસમાં મળેલી નિર્દોષતા તેના માટે મોટી સફળતા ગણાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *