Surat News: કામરેજના વાવ ગામે પોલીસ ભરતીની કસોટી દરમિયાન એક યુવાનનું મોત

📅 Published: February 20, 2026 | 📂 Category: Uncategorized

સુરતના કામરેજ તાલુકાના વાવ ગામે આવેલા SRPF ગ્રુપ-11 ના મેદાનમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી પ્રક્રિયા ચાલી રહી હતી. આ કસોટીમાં ભાગ લેવા આવેલા વલસાડના મોગરવાડી વિસ્તારના 27 વર્ષીય યુવાન રવિન્દ્ર પ્રવીણભાઈ બારીયાનું સારવાર દરમિયાન અવસાન થયું છે.

વાવમાં શારીરિક કસોટી દરમિયાન બની ઘટના

શારીરિક કસોટીના ભાગરૂપે મેદાનમાં દોડતી વખતે રવિન્દ્રને અચાનક ચક્કર આવ્યા હતા અને તે ઢળી પડ્યો હતો. સ્થળ પર હાજર તબીબી ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસમાં ભરતી થઈ દેશની સેવા કરવાનું સ્વપ્ન લઈને આવેલો યુવાન અંતે જિંદગીની જંગ હારી ગયો હતો.

યુવકને ચક્કર આવતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેક અથવા કાળઝાળ ગરમીમાં શારીરિક શ્રમને કારણે આ દુર્ઘટના બની હોવાની શક્યતા સેવાઈ રહી છે. રવિન્દ્રના મોતના સમાચાર તેના પરિવારને અપાતા વલસાડમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *