Rajkot News: સોમવારે જંગલેશ્વરમા ડિમોલિશન થવાની શક્યતા, અસરગ્રસ્તો હાઈકોર્ટના શરણે

📅 Published: February 20, 2026 | 📂 Category: Uncategorized

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. હવે આ વિસ્તારના અસરગ્રસ્તોએ હાઈકોર્ટની શરણ લીધી છે. આજે અસરગ્રસ્ત લોકો તરફથી વકીલે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. આ ઉપરાંત સરકારી વકીલ પણ આજે સોગંદનામું રજૂ કરશે. હાલમાં હાઈકોર્ટ દ્વારા ડિમોલિશન મામલે કોઈ સ્ટે અપાયો નથી. સરકાર દ્વારા સોગંદનામું રજૂ થયા બાદ વધુ સ્પષ્ટતા થશે. સોમવારે તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવી શકે છે. જ્યારે અસરગ્રસ્તોના પુનર્વસન માટે આગામી 27 તારીખે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

જંગલેશ્વરમાં ડિમોલિશનનો ભારે વિરોધ

રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશન મુદ્દે અસરગ્રસ્તો હવે હાઈકોર્ટની શરણે પહોંચ્યા છે. આજે તેમના વકીલ દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ આ વિસ્તારના લોકોએ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે, અમે ટીપી રોડ કે કપાત સહિતના વિકાસ કામોમાં અવરોધ બનવા નથી માંગતા. તંત્ર સામે માત્ર અમારી માગ એટલી જ છે કે અમને પુનર્વસન માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે. બીજી તરફ સરકાર દ્વારા હજી કોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું નથી. જેથી આ સોગંદનામું રજૂ થાય ત્યાર બાદ વધુ સ્પષ્ટતા આવી શકે છે. સોમવારે તંત્ર દ્વારા દબાણ તોડવાની કામગીરી થઈ શકે છે.

આ પણ વાંચોઃ Rajkot News: RTOમાં એક બે નહીં 30 જેટલા એજન્ટો પકડાયા, ટ્રાયલ વિના લાઈસન્સ કઢાવવાના ચાર હજાર વસૂલતા હતાં


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *