Gujarat News: PM મોદીનો એક સવાલ અને ત્રણ સપ્તાહમાં તૈયાર થઈ સરલાબેન AI APP, જાણો ઈન્ફોસિસના નંદન નીલેકણીએ શું કહ્યુ?

📅 Published: February 20, 2026 | 📂 Category: Uncategorized

દિલ્હી ખાતે ભારત મંડપમમાં યોજાયેલી India Ai Impact Summitમાં અનેક દેશો અને અગ્રણી ટેક CEO ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં ઈન્ફોસિસના સહ સ્થાપક નંદન નીલેકણીએ પ્રેરણાદાયક નિવેદન આપ્યું હતું. નીલેકણીએ વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાતનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેમણે આ કિસ્સાને લઈને કહ્યું કે, પીએમ મોદીએ ખેડૂતો માટે AI લાગુ કરવાનો વિચાર કેવી રીતે સૂચવ્યો.તેમણે કહ્યું કે આ સાબિત કરે છે કે નેતાઓ ટેકનોલોજીને કેટલી ઊંડાણપૂર્વક સમજી શકે છે.પીએમ મોદીની સલાહથી કંપનીની દિશા બદલાઈ અને તેમણે “સરલાબેન” એપ બનાવી, જે ગુજરાતના લાખો ખેડૂતોને મદદ કરશે.

ડેરીમાં AI લાગુ કરવાનું પોતાનું વિઝન આપ્યું

નીલેકણીએ કહ્યું કે, જ્યારે હું 8 જાન્યુઆરીએ પીએમ મોદીને મળ્યો અને ખેડૂતો માટે AIનો અમલ કરવા અંગે વાત કરી, ત્યારે તેમણે કહ્યું, આપણે તેને ગાય અને ઢોર પર કેમ લાગુ ન કરી શકીએ? કારણ કે જો ગાય બીમાર હોય તો તે તમને કહી શકતી નથી કે તે બીમાર છે.તમે આ સમસ્યાને કેવી રીતે હલ કરી શકો? તેમણે અમને ખેતી અને ડેરીમાં AI લાગુ કરવાનું પોતાનું વિઝન આપ્યું. 8 જાન્યુઆરીના રોજ, પીએમ ઓફિસમાં અધિકારીઓ, અમૂલના પ્રતિનિધિઓ અને તેમના કેટલાક સાથીદારો સાથે એક બેઠક યોજાઈ હતી.માત્ર ત્રણ અઠવાડિયામાં એપ્લિકેશન લાઇવ થઈ ગઈ.આ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે, જેમાં 3.6 મિલિયન ખેડૂતો, વાર્ષિક 2 અબજ દૂધના ટ્રાન્ઝેક્શન અને 40 મિલિયન પશુઓ છે.

<script async="" src="

” charset=”utf-8″>

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ‘Amul AI’ની પહેલને લઇ પોસ્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર વીડિયો પોસ્ટ કર્યો હતો.જેમાં લખ્યું હતું કે, ટેકનોલોજી જયારે લોકની ભાષા બોલે છે ત્યારે ત્યારે તે સૌથી શક્તિશાળી બની જાય છે. વડાપ્રધાન મોદીના ટેકનોલોજીથી સશક્ત એવા ગ્રામીણ ભારતની દૂરદર્શિતાને સ્પર્શતી અમારા ‘Amul AI’ની પહેલનો ઉલ્લેખ નંદન નીલકેનીજીએ India Ai Impact Summit દરમિયાન કર્યો તે વાત જાણીને મને અત્યંત હર્ષની લાગણી થઇ. તાજેતરમાં જ આ પ્લેટફોર્મનો પ્રારંભ કરાવવાની મને તક મળી. ‘Amul AI’ 200 કરોડ ડેટાનો ઉપયોગ કરી અનેકોની જિંદગીમાં પરિવર્તન લાવી રહ્યું છે. અમૂલનું AI સહાયક ‘સરલાબેન’ અમારા પશુપાલકો માટે ગેમ-ચેન્જર છે, જે પશુ સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા પર વાસ્તવિક સમયની સમજ પૂરી પાડે છે. પશુપાલનમાં ટેકનોલોજીના સમાવેશ કરીને અમે દૂધ ઉત્પાદકો – ખાસ કરીને અમારી મહેનતુ મહિલાઓ માટે અભૂતપૂર્વ સફળતા સુનિશ્ચિત કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદી ઝાપટાની શક્યતા


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *