શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. 132 ફૂટ રિંગ રોડના મોડેલ રોડથી અમરાઈવાડી પોલીસ સ્ટેશન સુધીના મુખ્ય માર્ગ પર નવો રોડ બનાવવાના બહાને ત્નઝ્રમ્ વડે રસ્તો ખોદીને છેલ્લા 10 દિવસથી એમ જ તરછોડી દેવાયો છે. આ અધૂરા કામને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે આ માર્ગ મૃત્યુઘંટ સમાન સાબિત થઈ રહ્યો છે. રસ્તો ખોદી નાખ્યા બાદ પાકો ડામર રોડ ન બનાવતા ઉડતી કપચીઓને કારણે દ્વિચક્રી વાહનચાલકો સતત સ્લિપ ખાઈ રહ્યા છે. અનેક વાહનચાલકો બેલેન્સ ગુમાવીને પટકાતા નાની-મોટી ઈજાઓનો ભોગ બન્યા છે.
માત્ર અકસ્માત જ નહીં, પણ રસ્તા પરથી સતત ઉડતી ધૂળની ડમરીઓ અને રજકણોને કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. તેમજ હાલમાં વિસ્તારમાં ચાલી રહેલા પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને લોકોને શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ્ જેવા કેસોમાં ધરખમ વધારો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે કારણ કે દિવસ-રાતધૂળ ઉડી રહી છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં રસ દાખવી રહ્યા નથી. જો તાકીદે આ માર્ગ પર પાકો ડામર રોડ બનાવવામાં નહીં આવે, તો લોકોનેભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
