વસ્ત્ર્રાલમાં ઘણા લાંબા સમય બાદ ટપોરીએ તોડફેડ કરીને ફરી એક વખત પોલીસ સામે બાંયો ચઢાવી હોવાના સીસીટીવી સામે આવ્યા છે.
જેમાં કેસર હાઈટસ શોપિંગ સેન્ટરમાં આવેલી ડેકોરેશનની દુકાનમાં શખ્સે કર્મીને તારો શેઠ ક્યા છે આજે તો તને અને તારા શેઠને જાનથી મારી નાંખવાના છે કહીને ડેકોરેશનની દુકનમાં તોડફેડ કરીને આતંક મચાવ્યો હતો. દુકાનમાં તોડફેડ થતી જોઈએ દુકાનમાં હાજર કર્મચારી પણ સ્તબ્ધ થઇ ગયો હતો. આ અંગે રામોલ પોલીસે શખ્સ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
વસ્ત્ર્રાલમાં રહેતા નાથાભાઇ તાવીયાડ શ્રી અર્બુદા ડેકોરેશનની દુકાનમાં નોકરી કરે છે. ગત 20 ફ્રેબ્રુઆરીએ સાંજના સમયે તે દુકાને બેઠો હતો. ત્યારે એક શખ્સ કાળા કલરની કાર લઇને આવ્યો હતો. બાદમાં તેમાંથી લાકડાનો દંડો લઇને નીચે ઉતરીને દુકાનમાં આવ્યો હતો. બાદમાં તે નાથાભાઇને તારો શેઠ ક્યાં છે કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. બાદમાં શખ્સે દુકાનમાં લગાવેલ કાચ દંડા મારીને તોડી નાખ્યા હતા. બાદમાં શખ્સે નાથાભાઇને આજે તો તારા શેઠ અને તને મારી નાખવાના છે કહીને જતો રહ્યો હતો. બાદમાં નાથાભાઇએ શેઠને જાણ કરતા તેઓ ત્યાં પહોચીને પોલીસને જાણ કરી હતી. આ અંગે રામોલ પોલીસે શખ્સ સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતા સંકેત ચૌધરી નામના શખ્સે આવીને આતંક મચાવ્યો હતો.
