Surat News : મોડલિંગ કરતી યુવતીને મળી એસિડ એટેકની ધમકી, સોશિયલ મીડિયામાં મૂકયા હતા અભદ્ર ફોટા

📅 Published: February 23, 2026 | 📂 Category: Uncategorized
અલથાણમાં રહેતી મોડલિંગ કરતી યુવતીનો પૂર્વ પ્રેમી સાથેનો વિખવાદ જારી રહ્યો છે. દુષ્કર્મ, ફાયરિંગના વિવાદ બાદ પૂર્વ પ્રેમીએ બીકીનીવાળા અશ્લીલ ફોટા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી એસિડ એટેકની ધમકી આપતા મામલો ફરી પોલીસમાં પહોંચ્યો હતો. મળતી વિગતો પ્રમાણે અલથાણમાં રહેતી 28 વર્ષીય યુવતીને વર્ષ 2018માં મિતેશ સંપત જૈન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

ડુમસ સાયલન્ટ ઝોનમાં બંને વચ્ચે ઝઘડા બાદ થયેલા ફાયરિંગને મુદ્દે પણ ભારે ઊહાપોહ મચ્યો હતો

જોકે, મિતેશની હેરાનગતિ વધતા યુવતીએ અગાઉ તેની સામે અલથાણ પોલીસમાં બળાત્કારની ફરિયાદ પણ કરી હતી, જેમાં બાદમાં સમાધાન થયું હતું. સંબંધો તોડી નાખ્યા હોવા છતાં આરોપી મિતેશ અવારનવાર આલિયા અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી પરેશાન કરતો હતો. ડુમસ સાયલન્ટ ઝોનમાં બંને વચ્ચે ઝઘડા બાદ થયેલા ફાયરિંગને મુદ્દે પણ ભારે ઊહાપોહ મચ્યો હતો. ગત જુલાઈ ૨૦૨૫માં મિતેશે વેસુ વિસ્તારમાં યુવતીની કારને પણ આગ ચાંપી હોવાનો આક્ષેપ કરાયો હતો.

આરોપીએ યુવતીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા

ત્યારબાદ આરોપીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર સ્ટોરી મૂકી યુવતી પર એસિડ એટેક કરવાની આડકતરી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ગત 19 ફેબ્રુઆરીના રોજ મિતેશે હદ વટાવી યુવતીના બીકીની પહેરેલા બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. વારંવારની માનસિક પજવણી અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને યુવતીએ આખરે અલથાણ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. બદનામી થતા આલિયાએ ફરી મિતેશ સંપત જૈન (રહે. શ્રી સાઈ દર્શન સોસાયટી, ઘોડદોડ રોડ) સામે અલથાણ પોલીસમાં ફરિયાદ આપી હતી.
આ પણ વાંચો : Agriculture News : પ્રકૃતિના જતનનો સાચો માર્ગ એટલે રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિનાની ‘પ્રાકૃતિક ખેતી’
 

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *