Surat : ઉધનામાં રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, આસપાસમાં અફરાતફરીનો માહોલ

📅 Published: February 23, 2026 | 📂 Category: Uncategorized

સુરતના ઉધનામાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. વિજયનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી, જેને જોઈને આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બનાવની જાણ થતા તરત જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી છે.

આગ શોર્ટ સર્કિટના કારણે ફાટી નીકળી હોવાનું અનુમાન

ફાયર જવાનોએ સુરક્ષા કવચ પહેરી મકાનમાં પ્રવેશ કર્યો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે. આગ શોર્ટ સર્કિટના કારણે ફાટી નીકળી હોવાનું અનુમાન છે. ઘટનાની ગંભીરતા એ હતી કે મકાનમાં ગેસ સિલિન્ડર પણ હતો, જેને લઈને વધુ જોખમ સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી. આગના સમયે આસારમાભાઈ નામના એક વ્યક્તિએ જીવના જોખમે ગેસ સિલિન્ડરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.

સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો, પરંતુ આ દરમ્યાન તેમને સામાન્ય ઈજા પહોંચી હતી. જો સિલિન્ડર સમયસર બહાર કાઢવામાં ના આવ્યો હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી આગને નિયંત્રણમાં લીધી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ આ આગને પૂરેપૂરી કાબુમાં લેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવ અંગે સ્થાનિક વાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ કોઈ ગંભીર જાનહાની ન થઈ હોવાને કારણે શાંતિનો અનુભવ થયો છે.

આ પણ વાંચો :  


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *