Surat: MD ડ્રગ્સના નેટવર્ક પર ક્રાઈમ બ્રાન્ચનો પ્રહાર, લાખોના મુદ્દામાલ સાથે આરોપી જેલભેગો

📅 Published: February 24, 2026 | 📂 Category: Uncategorized

શહેરમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી નાખવા માટે સુરત પોલીસ સતર્ક બની છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે એક ઓપરેશન પાર પાડીને પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

સુરતમાં MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને મોહમદ હુસેન અંસારી નામના શખ્સને અટકાવ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી નશાકારક ડ્રગ્સ મળી આવ્યું હતું.

આરોપી પાસેથી 17.180 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત

પોલીસે આરોપી પાસેથી 17.180 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કર્યું છે.ડ્રગ્સના જથ્થા ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલ મોપેડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી મોહમદ હુસેન અંસારી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી છે.પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો. આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Bharuch: ઝાડેશ્વર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત, કેબિનમાં ફસાયેલા ચાલકનું ફાયર બ્રિગેડે કર્યું દિલધડક રેસ્ક્યુ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *