જળસંચયના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને ફરીથી નંદનવન બનાવવાના કાર્ય માટે 1.11.111 જળ સ્ટ્રકચર તૈયાર કરવાના વિશાળ હેતુ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ મહાઅભિયાનને વધુ વેગ આપવા રાજકોટમાં આગામી 15થી 17 ડિસેમ્બરના રોજ યુગ વક્તા, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની 3 દિવસની જલકથા અપને અપને શ્યામ કીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાનારી જલકથા પૂર્વે, જળ સંરક્ષણના સંદેશને સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પહોંચાડવા માટે ટ્રસ્ટ દ્વારા સુરત સમસ્ત પાટીદાર સમાજે વાડી આંબા તલાવડી કતારગામ ખાતે 20 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે ‘જલજાગૃતિ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામડાના તળાવોને ઊંડા કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે હિટાચી-જેસીબી મશીનનો સહયોગ આપવાની જાણકારી આપવાનો છે. ગીરગંગા પરિવારે 8500 જળસંચય કાર્ય પૂર્ણ કર્યા
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચયના ક્ષેત્રે ક્રાંતિકારી કામગીરી કરી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં, આ સંસ્થા સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા હલ કરવા માટે મુખ્યત્વે ચેકડેમોને ઊંડા ઉતારવા, રીપેર કરવા અને ઊંચા કરવાની ઝુંબેશ ચલાવે છે. જન ભાગીદારીના મોડેલ પર કાર્ય કરીને, અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 8,500થી વધુ જળસંચયના સ્ટ્રક્ચરો પૂર્ણ કરવામાં આવ્યા છે. જળસંચયના સંકલ્પને સમાજ શ્રેષ્ઠીઓ અને યુવાનો સુધી પહોંચાડવાના ભાગરૂપે રાજકોટમાં જલકથા યોજાશે.
ભાસ્કર એક્સક્લુસિવ:સૌરાષ્ટ્રમાં જળસંચય માટે 1,11,111 જળ સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે સંકલ્પ કરાયો
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
