અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા વેજલપુર વિસ્તારમાં જાહેર માર્ગો અને તળાવની આસપાસ થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત રોપડા તળાવ પાસે વર્ષોથી ખડકાયેલા ધાર્મિક દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે.
રોપડા તળાવ પાસે ધાર્મિક દબાણો હટાવ્યા
રોપડા તળાવની આસપાસનો વિસ્તાર, વેજલપુર. કુલ 7 જેટલા ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા છે. AMCના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. એસ્ટેટ વિભાગના જણાવ્યા અનુસાર, આ દબાણો દૂર કરવા માટે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી.
7 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા
સ્થાનિકો અને સંબંધિત પક્ષોને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા માટે સમય અપાયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે મ્યુનિસિપલ કોર્પોરેશને જેસીબી અને મશીનરી સાથે ઓપરેશન પાર પાડ્યું હતું. તળાવના બ્યુટિફિકેશન અને જાહેર રસ્તામાં નડતરરૂપ બનતા આ દબાણો દૂર થવાથી વિસ્તારમાં ટ્રાફિક અને સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો થશે તેમ માનવામાં આવે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
