Surat : 391 વિઘા સરકારી જમીન પર આર્સેલર મિત્તલ સ્ટીલ ઈન્ડિયા કંપનીએ કર્યું દબાણ, સરકારે ફટકાર્યો 106 કરોડનો દંડ

📅 Published: February 24, 2026 | 📂 Category: Uncategorized

આર્સેલર મિત્તલ સ્ટીલ ઈન્ડિયા કંપની સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરવાના મામલે કંપનીને રૂપિયા 106.82 કરોડનો તગડો દંડ ફટકારવામાં આવ્યો છે. આ માહિતી ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારે સત્તાવાર રીતે આપી છે.

કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવશે

સરકારી આંકડા મુજબ કંપની દ્વારા આશરે 391 વિઘા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં દબાણની પુષ્ટિ થતાં સરકાર દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દબાણ કરાયેલી જમીન તાત્કાલિક અસરથી ખુલ્લી કરવામાં આવશે અને સરકારી માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે.

ભવિષ્યમાં પણ આવી ગેરરીતિ સામે સખત પગલાં લેવાશે

આ મુદ્દે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં સરકારી જમીનના સંરક્ષણ માટે કડક નીતિ અમલમાં છે અને ભવિષ્યમાં પણ આવી ગેરરીતિ સામે સખત પગલાં લેવાશે. સરકારે જણાવ્યું હતું કે કાયદા મુજબની કાર્યવાહી ચાલુ છે અને જનહિતને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પણ વાંચો : Somnath ટ્રસ્ટના નામે ઓનલાઈન છેતરપિંડી: સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે રાજસ્થાનથી 6 શખ્સોની કરી ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *