Ahmedabad News: મ્યાંનમારના હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં ગુજરાતના ચાર લોકો સામે CBI કોર્ટમાં કેસ ચાલશે

📅 Published: February 24, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાતમાંથી લોકોને વિદેશમાં લાખો રૂપિયાના પગારની લાલચ આપીને લઈ જવામાં આવતા હતાં અને ત્યાં ગોંધી રાખીને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ધકેલવામાં આવતા હતાં. સીબીઆઈએ થોડા સમય પહેલા જ મોટા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટમાં બે મુખ્ય આરોપી એજન્ટોની ધરપકડ કરી હતી. આ હ્યુમન ટ્રાફિકિંગ કેસ હવે સીબીઆઈ કોર્ટમાં કમિટ થયો છે. હવે ખાસ સીબીઆઈ કોર્ટમાં કેસની સુનાવણી થશે.

ગુજરાતી યુવાનોને મ્યાનમારના મોકલાતા હતા

હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સીબીઆઈએ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મોટા આંતર રાષ્ટ્રીય હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો હતો. હવે આ કેસ સીબીઆઈ કોર્ટમાં કમિટ થયો છે. જેની આગામી સમયમાં સુનાવણી હાથ ધરાશે. ગુજરાતના ચાર આરોપી સામે આ કેસ ચાલશે. મોહિત ગીરી, રોહિત ગીરી, મનોજ કનોજિયા અને બાબુ ચૌહાણ સામે આ કેસ ચાલશે. આરોપીઓ ગુજરાતી યુવાનોને લાખો રૂપિયાના પગારની લાલચ આપીને મ્યાનમાર મોકલતા હતાં. આ કેસમાં બે ભાઈઓ સહિત ચાર લોકો સામે ચાર્જશીટ થઈ હતી.

આ પણ વાંચોઃ Junagadh News: SMCએ ચિતાખાના ચોકમાં રેડ કરીને 16 જુગારીયા પકડ્યા, 14 ફરાર થવામાં સફળ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *