Ahmedabad : સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરોને 2 કલાક એસી વગર બેસાડી રખાયા

📅 Published: February 25, 2026 | 📂 Category: Uncategorized

સ્પાઈસ જેટની દિલ્હી-અમદાવાદ ફ્લાઈટમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી મુજબ દિલ્હીથી અમદાવાદ જતી ફ્લાઈટમાં મુસાફરોને અંદાજે બે કલાક સુધી વિમાનમાં બેસાડીને રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન AC ચાલુ ન હોવાથી મુસાફરો ઉકળાટ અને અસહજતા અનુભવી રહ્યા હતા.

મુસાફરો અકળાયા બાદ તેમને નીચે ઉતારાયા

ફ્લાઈટ નિર્ધારિત સમય પર ટેકઓફ ન થતાં મુસાફરો અકડાયા હતી, કારણ કે પ્લેનમાં એસી બંધ હતું, ગરમી અને હવા પ્રવાહના અભાવે કેટલાક મુસાફરોની તબિયત પણ બગડવાની સ્થિતિ ઊભી થઈ હતી. મુસાફરો દ્વારા વારંવાર ક્રૂ સભ્યોને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પ્રારંભિક તબક્કે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો. પરિસ્થિતિ વધુ બગડતા અને મુસાફરોના વિરોધ બાદ અંતે તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

બે કલાક સુધી ફ્લાઈટમાં AC વિના મુસાફરોને બેસાડ્યા

એરલાઈન તરફથી વિલંબનું કારણ ટેકનિકલ હોવાનું જણાવાયું હોવાની માહિતી મળી છે, જોકે સત્તાવાર નિવેદન અંગે સ્પષ્ટતા બાકી છે. આ બનાવને લઈને મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મુસાફરોનું કહેવું હતું કે બે કલાક સુધી AC વગર બેસાડી રાખવા અત્યંત અસુવિધાજનક અને અસ્વીકાર્ય છે. આ ઘટનાને પગલે એરલાઈનની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો : Junagadh News: ખંડણીના કેસમાં કીર્તિ પટેલની મિત્ર દિવ્યા સાવલાણીને પણ જામીન મળ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *