Ahmedabad : અબુધાબીથી આવેલા મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે 5 લાખનું સોનું જપ્ત કર્યું

📅 Published: February 25, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરતાં એક મુસાફર પાસેથી સોનુ જપ્ત કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ મુસાફર અબુધાબીથી અમદાવાદ આવી રહ્યો હતો. શંકાસ્પદ હિલચાલના આધારે કસ્ટમ અધિકારીઓએ તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે મુસાફરે સોનું પોતાના શરીરમાં છુપાવીને ભારતમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.

સોનાની બજાર કિંમત આશરે 5.01 લાખ રૂપિયા

વધુ તપાસ માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબી પ્રક્રિયા બાદ સોનું બહાર કાઢવામાં આવ્યું. અધિકારીઓએ અંદાજે 37.180 ગ્રામ સોનું કબ્જે કર્યું છે, જેની બજાર કિંમત આશરે 5.01 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. મુસાફરને તબીબી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર પૂર્ણ થયા બાદ કસ્ટમ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોનાની હેરાફેરી રોકવા માટે એરપોર્ટ પર ચકાસણી વધુ કડક બનાવવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

સોનાની તસ્કરીના બનાવોમાં વધારો નોંધાયો

તાજેતરમાં વિદેશથી આવતા મુસાફરો દ્વારા સોનાની તસ્કરીના બનાવોમાં વધારો નોંધાયો છે, જેને ધ્યાનમાં રાખીને કસ્ટમ વિભાગ સતત સતર્ક છે. આ કેસમાં આગળની તપાસ ચાલુ છે અને તસ્કરીને લઈને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Junagadh News: ખંડણીના કેસમાં કીર્તિ પટેલની મિત્ર દિવ્યા સાવલાણીને પણ જામીન મળ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *