જમ્મુ કાશ્મીરમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.23 ફેબ્રુઆરીએ ગુલમર્ગ ખાતે શરૂ થયેલી આ ગેમ્સનું આજે સમાપન થયું છે. સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું હતું.
ગુજરાતમાંથી પણ રમતવીરો બહાર આવશે
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સના સમાપન પ્રસંગે કહ્યું હતું કે, ખેલો ઈન્ડિયા દેશને એક કરવા માટે કામ કરે છે. પહેલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પરત ફર્યા છે. ખેલો ઈન્ડિયાએ લોકોમાં વિશ્વાસ જગાડ્યો છે. હાલમાં ગુલમર્ગમાં હજારો રમતવીરો હાજર છે. વિન્ટર ગેમ્સ બર્ફિલા પ્રદેશની રમતો છે. આગામી સમયમાં અમે ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ માટે અનુકૂળ વાતાવરણ બનાવીશું. ગુજરાતમાંથી પણ રમતવીરો બહાર આવશે.
