કરંટથી ખેડૂતની મોત:જેસર તાલુકાના બીલા ગામે ઇલેક્ટ્રિક વાયરના કરંટે ખેડૂતનો ભોગ લીધો

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

પી.જી.વી.સી.એલ.ના તંત્રવાહકો દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરીમાં બેદરકારી રાખતા હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાની સાથે કેટલાક કિસ્સામાં અકસ્માતનો ભોગ બનતા હોય છે. જેમાં બે દિવસ તા.17ને સોમવારે સાંજના અરસામાં પી.જી.વી.સી.એલ. મહુવા ગ્રામ્ય-1 સબ ડિવિઝન નીચેના જેસર તાલુકાના બીલા ગામે ખેતીવાડી વિસ્તારમાં તૂટેલા ઇલેક્ટ્રિક વાયરના કરંટથી ખેડૂતનું મોતની ઘટના બની છે ત્યારે મૃતકના પુત્રએ વીજ કંપનીના તંત્રવાહકોએ ઘોર બેદરકારીની ફરિયાદ કરી છે. બીલા ગામે ખેતીવાડીના 11 કે.વી. માલણ ડેમ ફિડરનો રિટર્ન કંડકટરનો ઇલેક્ટ્રિક વાયર ખેડૂત નાથાભાઈ કાછડીયા પર તૂટી પડતા વાયરના કરંટથી ઘટના સ્થળે અવસાન થયું હતું. અકસ્માતના આ કિસ્સામાં પૂર્વે પણ બેથી ત્રણવાર વાયર તૂટ્યા બાદ તંત્રવાહકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાનો મૃતકના પુત્ર જનકભાઈ કાછડીયાએ આક્ષેપ કર્યો છે. ફિડરની બે મહિના પૂર્વે મરામત કામગીરી કરાયેલી
બીલા ગામે ખેતીવાડીના 11 કે.વી. માલણ ડેમ ફિડરની બે મહિના પૂર્વે મરામત કામગીરી કરાઈ હતી. ફિડરનો રિટર્ન કંડકટરનો ઇલેક્ટ્રિક વાયર આ દુર્ઘટના બની છે. > વી.બી.પાંડોર , ડેપ્યુટી એન્જીનીયર, પી.જી.વી.સી.એલ. મહુવા ગ્રામ્ય-1 સબ ડિવિઝન સૌરાષ્ટ્ર સમાચાર ઈનસાઈડ
જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ અનેક પ્રશ્નો ઠેરના ઠેર
GEB (ગુજરાત ઇલેક્ટ્રીસિટી બોર્ડ)ના વર્ષ-2004માં પુનઃગઠનના બાદ રાજ્યમાં વીજળીના ઉત્પાદન, સંક્રમણ અને વિતરણમાં અલગ-અલગ છ પેટા કંપની મારફતે કામગીરી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની કામગીરી PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) સંભાળી રહી છે. જોકે GEBના પુનઃગઠનના બે દાયકા બાદ પણ ભાવનગર જિલ્લાના શહેરી વિસ્તારોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અનેક પ્રશ્નો ઠેરના ઠેર જેવી હાલત છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને GEB હોય કે PGVCL કોઈ ખાસ ફરક પડયો નથી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *