
વારંવાર ગટર ચોકઅપ થવાની સમસ્યાથી રોષ
મનપા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં સાંભળવા કોઈ તૈયાર નથી
સુરેન્દ્રનગર – જોરાવરનગર શાકમાર્કેટ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોય તેમ વાંરવાર સર્જાતી ગટર ચોકઅપ થવાની સમસ્યાને કારણે દૂર્ગંધ મારતું ગંદુ પાણી બહાર રેલાઈ રહ્યું છે. જેનાથી રોગચાળો ફેલાય તેવી દહેશત સર્જાઈ છે.
ગટરના પાણી રસ્તા પર ભરાઇ રહેતા ઘરાકી ઘટી જતાં દુકાનદારો અને લારીધારકોને આર્થિક ફટકો પડયો છે.
