Abhishek Sharmaએ વાઈડ બોલિંગ કરવા બદલ અર્શદીપને કર્યો ટ્રોલ, કહ્યું- 'બે વિકેટકીપરની જરૂર…'

📅 Published: March 7, 2026 | 📂 Category: sports

T20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ સિવાય ટીમ ઈન્ડિયાના બાકીના બોલર્સે ખૂબ રન આપ્યા.

અર્શદીપ સિંહે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં 4 ઓવરના સ્પેલમાં 51 રન આપ્યા હતા, આ દરમિયાન તેને 5 વાઈડ બોલિંગ કરી હતી. આ દરમિયાન અભિષેક શર્માએ અર્શદીપને તેની દિશાહીન બોલિંગ માટે ટ્રોલ કર્યો છે.

અભિષેક શર્માએ અર્શદીપની કરી મજાક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, અભિષેક શર્મા, ઈશાન કિશન, અર્શદીપ સિંહ અને સંજુ સેમસન ટીમ બસની અંદર જોવા મળે છે. વીડિયો દરમિયાન અર્શદીપ સિંહ અભિષેક શર્માની ફિલ્ડિંગ પર કોમેન્ટ કરતા કહે છે, “સરસ ફિલ્ડિંગ!”, જેમાં અર્શદીપ અભિષેક શર્માની ખરાબ ફિલ્ડિંગ માટે તેની ટીકા કરતો જોવા મળે છે.

અભિષેક શર્માએ કહ્યું કે અર્શદીપને બોલિંગ કરવા માટે 2 વિકેટકીપરની જરૂર છે કારણ કે તેને ઘણા બધા વાઈડ બોલ ફેંકવાનું શરૂ કરી દીધું છે. ત્યારબાદ અર્શદીપે સંજુ સેમસનને પૂછ્યું કે તેને બે કીપરનો ઉપયોગ કેમ કરવો જોઈએ. ત્યારબાદ તેને ઈશાન કિશન તરફ જોયું અને કહ્યું કે તેની પાસે પ્લેઈંગ ઈલેવનમાં પહેલાથી જ બે વિકેટકીપર છે.

તમને જણાવી દઈએ કે સંજુ અને ઈશાન બંને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં રમી રહ્યા છે અને વિકેટકીપર-બેટ્સમેન છે. ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

T20 વર્લ્ડકપમાં અભિષેક શર્મા ખરાબ ફોર્મમાંથી થઈ રહ્યો છે પસાર

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું પ્રદર્શન ચાલુ T20 વર્લ્ડકપમાં સારું રહ્યું નથી. ઝિમ્બાબ્વે સામેની તેની 55 રનની ઈનિંગ સિવાય અભિષેક બાકીની મેચોમાં નિષ્ફળ રહ્યો છે. તેથી તે હવે ફાઈનલમાં મોટી ઈનિંગ રમવા અને ભારતને જીત અપાવવા માટે પ્રયત્નશીલ રહેશે. સેમીફાઈનલમાં અભિષેક 7 બોલમાં માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. અર્શદીપ સિંહની વાત કરીએ તો, તેને આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 9 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *