Ahmedabadના દાણીલીમડામાં 14 લાખના કાપડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખ્સોની કરી ધરપકડ

📅 Published: March 10, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગુરુદેવ એસ્ટેટમાં 10 દિવસ અગાઉ તસ્કરોએ ધાડો પાડ્યો હતો. આ ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તપાસ તેજ કરી હતી, જેના અંતે ચોરીના કાપડના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

દાણીલીમડા વિસ્તારમાં ચોરી કરનારો ઝડપાયો

આરોપીઓએ ગુરુદેવ એસ્ટેટને નિશાન બનાવી ત્યાંથી કિંમતી કાપડની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 14.12 લાખની કિંમતનો કાપડનો જથ્થો રિકવર કર્યો છે. પોલીસ તપાસમાં મનોજ પટેલ, જેઠારામ સાલ્વી અને લોકેશ બલાઇ નામના શખ્સોની સંડોવણી ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી

ચોરીની ઘટના બન્યા બાદ આરોપીઓ મુદ્દામાલ ઠેકાણે પાડવાની ફિરાકમાં હતા, પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને દબોચી લીધા હતા. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ત્રિપુટીએ અગાઉ શહેરના અન્ય કયા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. હાલમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *