અમદાવાદના સુભાષબ્રિજને લઇ મહત્વના સમાચાર મળી રહ્યા છે. આગામી 9 મહિનામાં સુભાષબ્રિજ ચાલુ કરવાનું આયોજન કરાયું છે.
હયાત બ્રિજને રિપેરિંગ કરી ફરીથી શરૂ કરાશે
મળેલી માહિતી પ્રમાણે હયાત બ્રિજને રિપેરિંગ કરી ફરીથી શરૂ કરાશે તથા હયાત સ્ટ્રક્ચરને મજબૂત કરવામાં આવશે
બ્રિજની આજુબાજુ નવી બે લેન
આ સાથે બ્રિજની આજુબાજુ નવી બે લેન બનાવાનું પણ ચાલુ જ રહેશે, 9 મહિનામાં સુભાષ બ્રિજ ચાલુ થઇ જશે તો વાહન ચાલકોને પડતી તકલીફો બંધ થઇ જશે. હાલ વાહન ચાલકોને ડાયવર્ઝનના રસ્તે ફરી ફરીને જવું પડે છે.
