Ahmedabadમાં ભર ઉનાળામાં સાબરમતી નદી ખાલી કરી દેવાની સૂચના, સુભાષ બ્રિજની કામગીરી પણ શરૂ થશે

📅 Published: March 12, 2026 | 📂 Category: gujarat-news

ભર ઉનાળામાં અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી ખાલી કરવામાં આવશે. પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના પત્ર મુજબ એક એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતી નદીનું પાણી ખાલી રાખવાનું રહેશે. વાસણા બેરેજના 30 માંથી 18 દરવાજા નવા નાખવાના હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે

સાબરમતી નદી ખાલી કરવા માટે સૂચના

 દર વર્ષે ચોમાસા પહેલા અને ચોમાસા પછી રાજ્યના તમામ ડેમ અને દરવાજાઓને ચકાસણી કરવામાં આવતી હોય છે.પ્રિમોન્સૂન કામગીરી અંગતર્ગત અમદાવાદના વાસણા બેરેજ ના દરવાજાની ચકાસણી કરતા કુલ ત્રીસ દરવાજા પૈકી 18 નવા ગેટ નાખવા અને અન્ય દરવાજા રીપેરીંગની કામગીરી જરૂરી હોય સાબરમતી નદી ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી છે

સુભાષ બ્રિજની કામગીરી પણ શરૂ થશે

તો બીજી તરફ નદી ખાલી થતાની સાથે જ સુભાષ બ્રિજની કામગીરી પણ શરૂ થાય તેવું લાગી રહ્યું છે..થોડા દિવસ પહેલા જ કોર્પોરેશનને આ બ્રિજના સ્પાન તોડી 9 મહિનાની અંદર બ્રિજ ફરી શરૂ કરવા માટે જાહેરાત કરી છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે.

 બંને કામો સાથે જ કરવામાં આવી શકે

1 એપ્રિલથી નદી ખાલી થાય તો બ્રિજની તોડવાની કામગીરી પણ સરળતાથી થઈ શકે એના માટે બંને કામો સાથે જ કરવામાં આવે તેવી સંભાવનાઓ પ્રબળ દેખાઈ રહી છે.

આ પણ વાંચો—–     Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *