Ahmedabadમાં 89 લાખની 500 અને 1000ના દરની જુની નોટો સાથે 2 ઝડપાયા

📅 Published: March 17, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ શહેરમાં નરોડા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે રૂ. 500 અને રૂ. 1000ની બંધ ચલણી નોટો સાથે કુલ ₹89 લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

વેગનાર કારમાંથી આ જૂની નોટો મળી આવી

માહિતી અનુસાર, પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરાયું હતું. કાર્યવાહી દરમિયાન એક વેગનાર કારમાંથી આ જૂની નોટો મળી આવી હતી. પોલીસે કાર સહિત કુલ ₹90 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

 બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા

આ કેસમાં શરૂઆતમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે તપાસ આગળ વધતા કુલ 6 આરોપીઓ સામે NC ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બંધ ચલણી નોટોના ગેરકાયદેસર વ્યવહારમાં સંકળાયેલા હતા.

સ્પેશીફાઈડ બેંક નોટ્સ એક્ટ 2017 હેઠળ ગુનો

પોલીસે આ મામલે સ્પેશીફાઈડ બેંક નોટ્સ એક્ટ 2017 હેઠળ ગુનો દાખલ કર્યો છે. નોંધનીય છે કે નોટબંધી બાદ આવી નોટોનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

કોર્ટની મંજૂરી લઈ આગળની તપાસ

હાલ પોલીસે કોર્ટની મંજૂરી લઈ આગળની તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ નોટો ક્યાંથી આવી અને કોના સુધી પહોંચાડવાની હતી તે અંગે તપાસ ચાલી રહી છે. 

આ પણ વાંચો—      Patan ના ઝીલીયાકાંડમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, લુખ્ખાઓથી આટલી ડરે તે પોલીસ હોય ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *