ગુજરાતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ સંબંધિત ગુનાઓની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી NIA (National Investigation Agency) માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદમાં NIAની ખાસ કોર્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્ર સરકારે ગેઝેટમાં નોટિફિકેશન પણ પ્રસિદ્ધ કરી દીધું છે.
એડિશનલ પ્રિન્સિપલ જજની કોર્ટને હવે ‘NIA ખાસ કોર્ટ’નો દરજ્જો
સરકારી ગેઝેટ મુજબ, અમદાવાદની એડિશનલ પ્રિન્સિપલ જજની કોર્ટને હવે ‘NIA ખાસ કોર્ટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કોર્ટનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્ય રહેશે. એટલે કે, હવે ગુજરાતના કોઈપણ ખૂણે નોંધાયેલા NIAના કેસોની સુનાવણી માટે આરોપીઓ કે પક્ષકારોએ બહાર જવું નહીં પડે, તમામ સુનાવણી અમદાવાદની આ સ્પેશિયલ કોર્ટમાં જ હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં ન્યાયિક પ્રક્રિયામાં મોટો સુધારો
ભારત સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં ન્યાયિક પ્રક્રિયામાં મોટો સુધારો જોવા મળશે, ખાસ કરીને આતંકવાદ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સામેના કાયદાકીય જંગમાં આ કોર્ટ મહત્વની ભૂમિકા ભજવશે..
