Ahmedabad: ગુજરાતમાં નકલી નોટોનું મોટું રેકેટ ઝડપાયું, અમદાવાદ-સુરતમાંથી 2.90 કરોડની ડુપ્લીકેટ નોટો સાથે 6ની ધરપકડ

📅 Published: March 19, 2026 | 📂 Category: gujarat-news

ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટોના એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આરોપીઓ ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરીને આ કાળા કારોબારને અંજામ આપતા હતા.

સરકારી બોર્ડ વાળી ગાડીમાં હેરાફેરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી આવતી એક શંકાસ્પદ ગાડીને આંતરી હતી. આ ગાડી પર ‘ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા’ (Government of India) લખેલું હતું અને તે ‘સત્યમ યોગ ફાઉન્ડેશન’ની હોવાનું સામે આવ્યું છે. ગાડીમાં તપાસ કરતા તેમાંથી ₹2.10 કરોડની નકલી નોટો મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે પોલીસ ચેકિંગથી બચવા માટે આરોપીઓ આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરતા હતા.

ઉધનામાં મિની બેંક, મશીન અને નોટો જપ્ત

અમદાવાદમાં મળેલી સફળતા બાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતના ઉધના વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસે નકલી નોટો છાપવાનું હાઈટેક પ્રિન્ટિંગ મશીન અને વધુ ₹80 લાખની નકલી નોટો કબજે કરી છે. આમ, કુલ મળીને ₹2.90 કરોડની નકલી નોટો પોલીસના હાથે લાગી છે.

6 શખ્સો જેલહવાલે

ક્રાઈમ બ્રાન્ચે આ મામલે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી ક્યારથી આ રેકેટ ચલાવતી હતી, અત્યાર સુધીમાં કેટલી નોટો બજારમાં ફરતી કરી છે અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના મતે, આ રેકેટના પર્દાફાશથી અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Sabarkantha: પિંડવાડા હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત બાદ ભભૂકી આગ, એક ચાલકનું જીવતા સળગી જવાથી મોત



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *