અમદાવાદ શહેરના ઠક્કર નગર વિસ્તારમાં મોડી રાત્રે રૂપિયા ના લેતીદેતી મામલે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે.
માધવ મોલ પાસેની ઘટના
આ ઘટના ઠક્કર નગર પાસેના માધવ મોલ પાસે બની હતી જ્યાં ચાર શખ્સોએ 15 લાખ રૂપિયાની લેતીદેતી દરમિયાન હુવક પર હુમલો કરીને તેને માર માર્યો હતો
યુએસડીટી ના રૂપિયાની લેતી વિવાદમાં હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા રાત્રે યુએસડીટી ના રૂપિયાની લેતી વિવાદમાં 4 યુવકો જયમીન ભરવાડ, ઉમંગ પટેલ, હર્ષલ (જેકશન) અને અન્ય એક શખ્સે યુવક પર હુમલો કરીને તેને માર માર્યો હતો.
પોલીસ 36 કલાક સુધી નિષ્ક્રિય રહી
કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા 36 કલાક સુધી આરોપીઓ સામે કોઇ કાર્યવાહી કરાઇ ન હતી અને હવે ફરિયાદ નોંધવાની તજવીજ શરુ કરી છે.
સીસી ટીવી સામે આવ્યા
ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ફરાર ઓરોપીઓની શોધખોળ શરુ કરી હતી.
