Ahmedabad: દાણીલીમડામાં LCBનો દરોડો, બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

📅 Published: March 3, 2026 | 📂 Category: gujarat-news

શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરફેર રોકવા માટે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. જે અંતર્ગત ઝોન-6 એલસીબી (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાં ઓપરેશન પાર પાડી એક શખ્સને જીવતા કારતુસ અને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે.

બેરલ માર્કેટ પાસે કાર્યવાહી

મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ હથિયાર સાથે દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં જણાતા રફિયુદ્દીન ઉર્ફે રફીક શેખ નામના શખ્સની અટકાયત કરી હતી.

હથિયારોનો જથ્થો કબ્જે

પોલીસે આરોપી રફીકની તલાશી લેતા તેની પાસેથી 01 દેશી તમંચો, 01 જીવતો કારતુસ આ મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો અથવા તેનો શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ તપાસ ચાલુ

ઝોન-6 એલસીબી હવે એ તપાસ કરી રહી છે કે આરોપી રફીક અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે કે કેમ? આ સાથે જ હથિયાર સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:Rajkot: ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, પાર્કિંગમાં પડેલા 20 જેટલા વાહનો બળીને ખાખ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *