Ahmedabad: નવો રોડ બન્યાના માત્ર 2 દિવસમાં પડ્યો ખાડો, કામગીરીની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ

📅 Published: March 9, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મજબૂત રોડ બનાવવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ શહેરના ‘દાદા સાહેબના પગલાં’ વિસ્તારમાં તંત્રની પોકળ કામગીરીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. અહીં નવો રોડ બન્યાના માત્ર 2 જ દિવસમાં મસમોટો ખાડો પડતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ડામર સુકાય તે પહેલા જ ગાબડું

આશ્ચર્યની વાત તો એ છે કે રોડ પરનો ડામર હજુ બરાબર સુકાયો પણ નહોતો ત્યાં જ રોડ બેસી ગયો છે. મજબૂત રોડ બનાવવાના તંત્રના તમામ દાવાઓ જાણે આ ખાડામાં ગરકાવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. રોડની નબળી ગુણવત્તાને કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.

તંત્રની કામચલાઉ કામગીરી

રોડમાં ગાબડું પડ્યાની જાણ થતા જ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવાને બદલે માત્ર બેરિકેડિંગ કરી અને ખાડામાં માટી ભરીને સંતોષ માનવામાં આવ્યો છે. તંત્રની આ પ્રકારની કામચલાઉ અને બેદરકાર નીતિ સામે અનેક સવાલો ઊભા થયા છે. 

આ પણ વાંચો: Surat: નાનપુરા મકાઈપુલ નીચે મોડી રાત્રે ભીષણ આગ, રવિવારી બજારનું ફર્નિચર બળીને ખાખ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *