Ahmedabad : પાલનપુરમાં ANTF ની કાર્યવાહી ,મેફેડ્રોન ડ્રગ્સ સાથે સપ્લાયર ઝડપાયા, 7.56 લાખનો મુદ્દામાલ કબજે

📅 Published: March 17, 2026 | 📂 Category: gujarat-news

ઉત્તર ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ANTF દ્વારા પાલનપુર ખાતે ઓપરેશન ચલાવી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે બે સપ્લાયરને ઝડપી પાડવામાં આવ્યા છે.

232 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું

માહિતી મુજબ, પોલીસે બાતમીના આધારે ચેકિંગ દરમિયાન બાઈક પર જઈ રહેલા બે શંકાસ્પદ વ્યક્તિઓને રોક્યા હતા. તેમની તપાસ કરતાં તેમના પાસેથી કુલ 232 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 7.56 લાખ ગણવામાં આવી રહી છે.

 ઈરફાન મોયલા અને સુખદેવ ચૌધરીની ધરપકડ

પકડાયેલા આરોપીઓની ઓળખ ઈરફાન મોયલા અને સુખદેવ ચૌધરી તરીકે થઈ છે, જે રાજસ્થાન ના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ડ્રગ્સ સપ્લાય નેટવર્ક સાથે સંકળાયેલા છે અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં નશીલા પદાર્થોની સપ્લાય કરતા હતા.

 વધુ પૂછપરછ શરૂ

પોલીસે બંને આરોપીઓને કબ્જે લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ સાથે, આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું અને કોને સપ્લાય કરવાનું હતું તેની દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

 ANTF દ્વારા સતત કાર્યવાહી

ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ ANTF દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે નશીલા પદાર્થોના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. પોલીસે વધુ આરોપીઓની સંડોવણી અંગે પણ તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો—     Gandhinagar : સરકાર આગામી 24 કે 25 માર્ચે વિધાનસભામાં લાવશે UCC વિધેયક, UCC કમિટી રિપોર્ટ સ્વીકારાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *