Ahmedabad: બિનોરી એરિસ્ટોલા સાઇટ પર શ્રમિકનું મોત, સુરક્ષાના સાધનોના અભાવે ત્રીજા માળેથી પટકાયો

📅 Published: March 15, 2026 | 📂 Category: gujarat-news

શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં નિર્માણધીન બિલ્ડિંગની સાઇટ પર સુરક્ષાના અભાવે વધુ એક શ્રમિકે જીવ ગુમાવ્યો છે. ‘બિનોરી એરિસ્ટોલા’ નામની સાઇટ પર કામ કરતી વખતે ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનામાં કામદારોની સુરક્ષા પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવતા બોડકદેવ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

સુરક્ષાના સાધનો વગર જોખમી કામ

પ્રાપ્ત વિગતો અનુસાર, સાઇટ પર કામ કરી રહેલા શ્રમિકને ઊંચાઈ પર કામ કરવા માટે જરૂરી એવા સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે નેટ જેવી કોઈ પણ સુરક્ષા પૂરી પાડવામાં આવી નહોતી. સુરક્ષાના સાધનોના અભાવે કામ દરમિયાન સંતુલન બગડતા શ્રમિક ત્રીજા માળેથી સીધો નીચે પટકાયો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે ગુનો

આ ગંભીર બેદરકારી મામલે બોડકદેવ પોલીસે મૃતકના પરિવારની અને તથ્યોની તપાસના આધારે બિનોરી એરિસ્ટોલાના બિલ્ડર, સિવિલ કોન્ટ્રાક્ટર અને અન્ય જવાબદારો સહિત કુલ 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે માનવ વધ સમાન બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધી આગળની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Jasdan: ભડલીમાં ગાંજાની ખેતી પર SOGનો દરોડો, 37 લાખથી વધુની કિંમતનો 74 કિલો ગાંજો ઝડપાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *