Ahmedabad: રખડતા ઢોરના છાણમાંથી AMC એ બનાવી ગોબર સ્ટીક, રેસ્ટોરન્ટ અને હોસ્ટેલ માટે ગેસની માથાકૂટનો અંત!

📅 Published: March 14, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના નિવારણની સાથે હવે AMC એ તેમાંથી આવક અને ઈંધણ મેળવવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા ગાય-ભેંસના છાણમાંથી બળતણ તરીકે વાપરી શકાય તેવી ‘ગોબર સ્ટિક’ તૈયાર કરવામાં આવી છે, જે રાંધણ ગેસના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

CNCD વિભાગની નવી પહેલ

AMC ના ઢોર અંકુશ વિભાગ (CNCD) દ્વારા અત્યાર સુધીમાં 1000 કિલો જેટલી આવી સ્ટિકનો જથ્થો તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ સ્ટિક ખાસ મશીનો દ્વારા તૈયાર કરવામાં આવે છે જે લાકડા કે કોલસાની જેમ જ લાંબો સમય સુધી સળગી શકે છે અને પ્રદૂષણ પણ ઓછું ફેલાવે છે.

મોટા પાયે નોંધાઈ રહી છે માગ

આ અનોખા વિકલ્પની જાણ થતા જ શહેરની અનેક રેસ્ટોરન્ટ્સ, હોસ્ટેલના રસોડા અને મોટી ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ સ્ટિક મેળવવા માટે માંગણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 350 કિલો જેટલી સ્ટિક મેળવવા માટે ઓર્ડર પણ આવી ચૂક્યા છે. મોટા પાયે રસોઈ કરતા એકમો માટે ગેસના સિલિન્ડર સામે આ છાણની સ્ટિક ઘણી સસ્તી અને અસરકારક સાબિત થશે.

આ પણ વાંચો: Banaskantha: દાંતીવાડા-સીપુ ડેમ થશે ઇન્ટરલીંક, 119 કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *