રાજ્યભરમાં આ લખાય છે ત્યાં સુધી ધૂળેટીના તહેવારમાં નદી કે તળાવમાં ડૂબી જવાના કારણે વિવિધ સ્થળો પર 18થી વધુ વ્યક્તિના મોત થયા હોવાનું બહાર આવી રહ્યું છે. 108 ઇમરજન્સી દ્વારા મળેલા આંકડા મુજબ સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં 3796 ઇમરજન્સી કેસ નોંદાયા હતા જ્યારે ગયા વર્ષે 3266 ઇમરજન્સી કેસ નોંધાયા હતા જેથી આ વર્ષે ઇમરજન્સી કેસોમાં 530 કેસનો વધારો જોવા મળ્યો છે
સાબરમતીમાં ડૂબી જવાથી ચાર ના મોત
અમદાવાદની સાબરમતી નદીમાં પણ ડૂબી જવાના કારણે 3 યુવકના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું
મૃતક યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આજે ધૂળેટીના દિવસે રિવરફ્રન્ટ પર યુવકો નાહવા પડ્યા હતા. મૃતક યુવકોના નામ દુર્ગેશ કોળી, સાહિલ કોળી, સની યાદવ અને પિયુષ હોવાનું સામે આવ્યું છે.
ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને ચારેય યુવકને બહાર કાઢ્યા હતા જે પૈકી ત્રણનું મોત થઇ ચુક્યું હતું જ્યારે એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો—- Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો
