રાજ્યમાં આવતીકાલથી માવઠાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા અનુમાન મુજબ 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના પ્રભાવને કારણે આ માવઠું પડશે. આ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
આવતીકાલે બનાસકાંઠા, પાટણમાં માવઠાની આગાહી
18 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સાથે જ કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં પણ હળવો વરસાદ પડી શકે છે.
19 માર્ચ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં માવઠુ થશે
19 માર્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. જેમાં ભરૂચ, તાપી, સુરત અને ડાંગ સહિત નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
20 માર્ચે રાજ્યમાં સામાન્ય વરસાદ
તે સિવાય રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર માં પણ માવઠું થઈ શકે છે. 20 માર્ચે રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો— Patan ના ઝીલીયાકાંડમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, લુખ્ખાઓથી આટલી ડરે તે પોલીસ હોય ?
