અમદાવાદના મ્યુનિસિપલ માર્કેટમાં આવેલ ‘વાહ પીઝા એન્ડ ભેળ’ નામના એકમમાંથી મૃત ગરોળી મળી આવતા ચકચાર મચી ગઇ છે.
ભોજનની ડીશમાં મૃત ગરોળી મળી
વાહ પીઝા એન્ડ ભેળ નામની દુકાનમાં ગ્રાહકના ભોજનની ડીશમાં મૃત ગરોળી મળી આવતા અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી
હોટલના રસોડામાં વંદા ફરતા હતા
ફરિયાદના આધારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઘટના સ્થળની મુલાકાત કરી એકમની ચકાસણી હાથ ધરી હતી જેમાં હોટલના રસોડામાં વંદા ફરતા હોવાની સ્થિતિ આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવી હતી
હોટલને સીલ કરી દેવાઇ
હોટલ દ્વારા સ્વચ્છતા સહિતના નિયમોનું પાલન ના થતું હોવાનું જણાતા કોર્પોરેશન દ્વારા હોટલને અચોક્કસ મુદત સુધી બંધ રાખવા માટે હોટલને સીલ કરી દીધી હતી.
