Ahmedabad: વિધાનસભામાં ધારાસભ્યોની 'નિરસતા', 5 MLAએ સત્ર દરમિયાન એક પણ સવાલ ન પૂછ્યો

📅 Published: March 7, 2026 | 📂 Category: gujarat-news

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન જનતાના પ્રશ્નો ઉઠાવવાની જવાબદારી ધારાસભ્યોની હોય છે, પરંતુ અમદાવાદના ધારાસભ્યોની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વિધાનસભામાં મળેલી માહિતી મુજબ, અમદાવાદના પાંચ ધારાસભ્યોએ તો સત્ર દરમિયાન એક પણ પ્રશ્ન પૂછ્યો જ નથી, જ્યારે અનેક ધારાસભ્યોની કામગીરી નામમાત્રની રહી છે.

વિધાનસભામાં અમદાવાદના MLA વિધાનસભામાં મૌન રહ્યા

અમદાવાદ શહેરી વિસ્તારમાં કુલ 16 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 14 બેઠકો પર ભાજપનું વર્ચસ્વ છે. વિપક્ષી કોંગ્રેસના ધારાસભ્યોની કામગીરીની વાત કરીએ તો, દાણીલીમડાના ધારાસભ્યએ 19 અને જમાલપુરના ધારાસભ્યએ 22 સવાલો પૂછીને પોતાની સક્રિયતા દર્શાવી છે. તેની સામે સત્તાધારી પક્ષના મોટાભાગના ધારાસભ્યો કાં તો ચૂપ રહ્યા છે અથવા તો માત્ર દેખાવ પૂરતા ‘ચીલાચાલુ’ પ્રશ્નો પૂછ્યા છે.

કઈ વિધાનસભાના ધારાસભ્યોએ સવાલ નથી પૂછ્યા

 વટવા, એલિસબ્રિજ, નિકોલ, અમરાઈવાડી, સાબરમતી

એક સવાલ પૂછનારા ધારાસભ્ય

 વેજલપુર. ઠક્કરબાપાનગર, બાપુનગર, દરિયાપુર, મણીનગર. જ્યારે નરોડાના ધારાસભ્યએ 2 સવાલ પૂછ્યા અને દસ્ક્રોઈના ધારાસભ્યએ 3 સવાલ પૂછ્યા છે.

આ પણ વાંચો: Morbi: જમવાના પૈસા બાબતે મિત્રો વચ્ચે લોહીયાળ જંગ, પેટમાં ટાઇલ્સનો ઘા મારતા યુવકનું મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *