શહેરના સરદારનગર વિસ્તારમાં પીસીબીએ ઓચિંતો દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાની કિંમતની દારૂ અને બીયરની બોટલો જપ્ત કરી છે.
301 બોટલો અને 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત
પીસીબીની ટીમે બાતમીના આધારે સરદારનગરમાં દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ 301 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના આ જથ્થા સહિત અંદાજે 2.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.
કુખ્યાત ‘બળેલી’ સહિત બે શખ્સો વોન્ટેડ
આ દારૂના રેકેટમાં મુખ્ય આરોપી તરીકે કુખ્યાત લિસ્ટેડ મહિલા બુટલેગર સપના ઉર્ફે ‘બળેલી’ સુકેન ગારંગે અને નીતેશ મીણેકરનું નામ સામે આવ્યું છે. જોકે, પોલીસના દરોડા સમયે બંને આરોપીઓ સ્થળ પર હાજર ન હોવાથી હાલ તેઓ ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Rajkot: એમ્બરગ્રીસ સાથે બે આરોપીઓ ઝડપાયા, અમદાવાદના શખ્સો પાસેથી 46 લાખનો મુદ્દામાલ જપ્ત
