Ahmedabad: સર્કલ શણગારવાની આડમાં AMCનો કરોડોનો ભ્રષ્ટાચાર!

📅 Published: March 8, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સૌંદર્યીકરણના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે.

AMCના પૂર્વ વિસ્તારમાં વર્ષ 2017થી આજદીન સુધી 36 સર્કલોના બ્યુટિફિકેશન માટે લાખોનો ખર્ચ કરાયાનો આક્ષેપ કરતાં વિપક્ષે કહ્યું કે, શહેરના ખૂણે-ખૂણે આવેલા સર્કલોને ‘વિકસિત’ કરવાના બહાને મળતિયા કોન્ટ્રાક્ટરોને રાજી કર્યા સિવાય બીજો કોઇ વિકાસ દેખાતો નથી. અમદાવાદના ‘સર્કલ બ્યુટીફ્કિેશન’ના નામે કરોડોનો ધુમાડો થઇ રહ્યો હોવાની ચર્ચા છે!

વિપક્ષે કહ્યુંકે, વર્ષ 2021થી 2025 સુધીમાં મહારાણા પ્રતાપ સર્કલ (રૂ. 13 લાખ), સુરેલીયા સર્કલ (રૂ. 11.95 લાખ) અને અનુપમ સિનેમા સર્કલ (રૂ. 11 લાખ) જેવા કામો માટે તોતિંગ રકમ ફળવવામાં આવી છે. ઈસનપુર, વટવા અને ખોખરા જેવા વિસ્તારોમાં પણ અનેક નાના-મોટા સર્કલો પાછળ 2.50 લાખથી લઈને 17 લાખ સુધીનો ખર્ચ થયો છે. પૂર્વ ઝોનમાં પણ ગોમતીપુર અને નિકોલ જેવા વિસ્તારોમાં 5 સર્કલો વિકસાવવામાં છે.

અમદાવાદને ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ તરીકે ઓળખાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન સુંદરતાના નામે જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે. વર્ષ 2017 થી આજ દિન સુધી શહેરના ખૂણે-ખૂણે આવેલા સર્કલોને ‘વિકસિત’ કરવાના બહાને મળતિયા કોન્ટ્રાક્ટરોને રાજી કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. બજેટ સત્ર 2026-27 દરમિયાન વિપક્ષના કાઉન્સીલર દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જે જવાબો સામે આવ્યા છે, તે ચોંકાવનારા છે. વર્ષ 2017થી અત્યાર સુધીમાં શહેરના વિવિધ ઝોનમાં અનેક સર્કલો વિકસાવવામાં આવ્યા છે, પરંતુ આ કામગીરી પાછળ ખર્ચાયેલા જંગી નાણાં અને કોન્ટ્રાક્ટરોની પસંદગી સામે અનેક સવાલો ઉભા થયા છે. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં 36 સર્કલો પાછળ લાખોનો ખર્ચ કરાયો હોવાનું સત્તાવાર આંકડાઓ કહી રહ્યા છે. શું આ માત્ર શહેરની સુંદરતા વધારવાનો પ્રયાસ છે કે પછી માનીતા કોન્ટ્રાક્ટરોને લાણી કરવાની કોઈ નવી તરકીબ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો જેમ કે રોડ પ્રોજેક્ટ, ટ્રાફ્કિ અને એસ્ટેટ વિભાગ દ્વારા જંક્શન ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. દસ્તાવેજો અનુસાર, રોડ પ્રોજેક્ટ હેઠળ ડફ્નાળા, અનુપમ, હીરાભાઈ ટાવર અને એરપોર્ટ સર્કલ જેવા મુખ્ય જંક્શનોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

સૌથી ગંભીર બાબત એ છે, કે છેલ્લા બે વર્ષમાં સર્કલો પર મૂકવામાં આવેલી ધાતુની કલાકૃતિઓની ગુણવત્તા અંગે પણ કાઉન્સીલરે સવાલો ઉઠાવ્યા છે. શું આ ધાતુના ઢાંચા AMCના નિર્ધારિત માપદંડો મુજબ છે? ભ્રષ્ટાચારની ગંધ આવતી આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરોને કયા આધારે કામ સોંપાયા અને કામ પૂર્ણ થયાના રિપોર્ટની સત્યતા શું છે, તે તપાસનો વિષય છે. ટેક્સપેયર્સના પૈસા સુંદરતાના નામે વેડફઈ રહ્યા છે, કે કેમ તે મોટો પ્રશ્ન છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *