Ahmedabad : હાટકેશ્વર બ્રિજ તોડતા સમયે દુર્ઘટના, સ્પાન તોડતી વખતે કાટમાળ ભરેલી થેલી પડતાં મહિલા થઇ ઇજાગ્રસ્ત

📅 Published: March 10, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગિરી વખતે અકસ્માત સર્જાયો હતો. બ્રિજના સ્પાન તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે કાટમાળ ભરેલી થેલી નીચે પડતાં એક મહિલા અને એક વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

થેલી સીધી તેના ઉપર પડતાં મહિલા ઇજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન ઉપરથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક કાટમાળ ભરેલી થેલી નીચે પડી હતી. તે સમયે નજીકમાં શાકભાજી વેચાણ કરતી એક મહિલા ત્યાં હાજર હતી. થેલી સીધી તેના ઉપર પડતાં મહિલા ઇજાગ્રસ્ત બની હતી.

વૃદ્ધને પણ ઇજા પહોંચી

આ ઘટનામાં મહિલાના પગમાં ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સાથે જ નજીકમાં ઉભેલા એક વૃદ્ધને પણ ઇજા પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો—-     Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપ આ નિયમ લાગુ કરશે તો ઘણા નેતા થશે ઘરભેગા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *