Ahmedabad News : અમદાવાદના અમરાઈવાડીમાં BJPમાં આંતરિક ડખો, કાર્યકરોએ કહ્યું, અહીંયા તો હિટલરશાહી ચાલે છે

📅 Published: March 14, 2026 | 📂 Category: gujarat-news

મનપા ચૂંટણી પહેલા ભાજપના કાર્યકરો નારાજ થયા છે, જેમાં MLA અને પ્રભારી સામે કાર્યકરોએ બળાપો કાઢયો છે, કાર્યકરોનું કહેવું છે કે, ધારાસભ્ય કાર્યક્રમોમાં આવતા નથી અને મનમાની કરે છે તેવો આક્ષેપ પણ કર્યો છે, અમરાઈવાડી ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ ઠાલવ્યો બળાપો.

ધારાસભ્યની કાર્યક્રમમાં ગેરહાજરી મુદ્દે આક્ષેપ

અમરાઈવાડીમાં હિટલરશાહી ચાલતી હોવાના આક્ષેપ અમરાઈવાડી ભાજપના કાર્યકરોએ કર્યો છે, કાર્યકરોની અવગણના અંગે ઉઠ્યો સવાલ અને મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપ કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી છે. કાર્યકરોનું વધુમાં કહેવું છે કે, તેમની અવગણના કરવામાં આવે છે, તો એક કાર્યકરે ગ્રુપમાં લખ્યું છે કે, અમે કઈ બોલી શકતા નથી અને જો બોલીએ છીએ તો અમારી સામે એકશન લેવામાં આવે છે અને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થાય છે.

અમદાવાદના અમરાઈવાડી ભાજપમાં ભડકો !

તો અશોકભાઈ નામના પૂર્વ કોર્પોરેટરનો મેસેજ છે ગ્રુપમાં કે, વોર્ડમાં કોઈ સમસ્યા હોય તો લોકો અમને સંભડાવે છે અને અમારા કામ થતા નથી, જો કોઈ અમારૂ અપમાન કરશે તો અમે ચલાવી નહી લઈએ, ‘ટીમ BJP અમરાઈવાડી’ નામના વોટ્સએપ ગ્રુપની ચેટ વાયરલ થતા મામલો વધુ ગરમાયો છે, જેમાં કાર્યકરોએ પોતાનું સન્માન ઘવાતું અને હોદ્દેદારોની અવગણના થતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : Gandhinagar News : વિકસિત ગુજરાત @2047ના વિઝન સાથે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું વર્ષ 2026-27નું રૂ.2902 કરોડનું અંદાજપત્ર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *