અમદાવાદમાં કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, સિંધુભવનમાં કોમો બાય કાફેની બેદરકારી સામે આવી છે જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળતા ચકચાર મચી છે, શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે કાફેમાં કર્યો હોબાળો અને ગ્રાહકને કોમ્પ્લોમેન્ટ્રી પેસ્ટ્રી આપી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
AMC ફૂડ વિભાગમાં સત્તાવાર ફરિયાદ ગ્રાહકે કરી
અમદાવાદના મોંઘા અને જાણીતા કેફેની સ્વચ્છતા પર ઉઠ્યા સવાલ અને સિંધુભવન રોડના મોંઘાદાટ કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, કોમો બાય કાફામાં પાસ્તા સાથેની ગાર્લિક બ્રેડમાં મરેલી માખી મળી આવી હતી અને માખી જોઈને શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે કર્યો હોબાળો અને કેફે સ્ટાફે માફી માંગી અને બિલ ન લઈ મામલો શાંત કર્યો હતો પરંતુ આ મામલે ગ્રાહકે અમદાવાદ કોર્પોરેશનને ફરિયાદ કરી હતી, રૂ.850ના ઓર્ડરમાં આવી બેદરકારી સામે ઉઠ્યા સવાલ.
મોંઘા અને જાણીતા કેફેની સ્વચ્છતા પર પ્રશ્નો ઉભા થયા
‘Komo by Kaffa’ અમદાવાદનું ખૂબ જ જાણીતું કેફે છે, મળતી માહિતી પ્રમાણે ગ્રાહકે પાસ્તાની સાથે ગાર્લિક બ્રેડ ઓર્ડર કરી હતી અને ગાર્લિક બ્રેડમાં મરેલી માખી હતી જેને લઈ ગ્રાહકનો પિત્તો ગયો હતો અને તેણે હોબાળો કર્યો હતો, તો સ્ટાફ દોડી આવ્યો હતો અને ગ્રાહકને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ગ્રાહક માન્યો ન હતો અને તેણે ફરિયાદ કરી હતી કોર્પોરેશનમાં, તો કોર્પોરેશને આ મામલે હજી કેફે સામે કોઈ પગલા લીધી નથી.
આ પણ વાંચો : Gandhinagar News : દેશના કુલ દરિયાઈ વેપારનો 40 ટકાથી વધુ હિસ્સો ગુજરાતના ફાળે
