Ahmedabad News : અમદાવાદમાં રાંધણ ગેસના બાટલાની અછત ! ઓનલાઈન બુકિંગ ના થતા લોકો પહોંચ્યા ગેસ એજન્સી પર

📅 Published: March 13, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદમાં મિડલ ઇસ્ટ યુદ્ધની અસર જોવા મળી છે અને શહેરમાં રાંધણ ગેસના બાટલાની અછત જોવા મળી રહી છે, રાંધણ ગેસની એજન્સી પર બુકિંગ માટે લાંબી લાઈનો જોવા મળી છે અને બુકિંગ કરાયા પછી પણ નથી મળતા રાંધણગેસના બાટલા અને ઓનલાઈન બુકિંગ બંધ રહેતા ગ્રાહકોને મુશ્કેલી વધી રહી છે.

અમુક વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓમાં કૃત્રિમ ભાવ વધારો કરી દેવાયો છે

એલપીજીની સપ્લાય ચેઈનમાં અછત સર્જાશે તેવી ભામક વાતો વહેતી થતાં લોકોએ ગેસ ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં ધોમધકતા તાપમાં લાઈનો લગાવી હતી. શહેરમાં કોમર્શિયલ ગેસની સપ્લાય ચેઇન બંધ કરી દેતા ખાણી-પાણી વ્યવસાય સાથે જોડાયેલા અમુક વેપારીઓએ ઘરેલું સિલિન્ડરનો બેફામ ઉપયોગ શરૂ કરી દેતાં, તેમજ પેનિક રિએક્શનને કારણે લોકો ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી કરતાં ડરનું વાતાવરણ સર્જાયું છે. પરિણામે, અમુક વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓમાં કૃત્રિમ ભાવ વધારો કરી દીધો છે.

હાલ ગેસની અછત વચ્ચે નાના વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

શહેરમાં ગેસ પુરવઠાની અનિશ્ચિતતા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ પર લાગેલા નિયંત્રણો વચ્ચે હવે ચાની લારીઓ અને નાના ફૂડ સ્ટોલ પર થરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ વધતો જોવા મળી રહ્યો છે. નિયમ મુજબ વ્યાવસાયિક ઉપયોગ માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ફરજિયાત છે, છતાં અછત અને પુરવઠાની અનિયમિતતાના કારણે ઘણા નાના વેપારીઓ ઘરેલું ગેસ સિલિન્ડરનો સહારો લેવા મજબૂર બન્યા છે. આ માટે નિયમોના પણ ખુલ્લેઆમ ધજાગરા ઊડી રહ્યા છે. હાલ ગેસની અછત વચ્ચે નાના વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રાજયમાં ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ

અન્ન નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ રાજ્યમાં ૩૦% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પુરો પડાય છે. PNGનો પરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રાજ્યની પરિસ્થિતિ વધારે સારી છે. એલપીજીનો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે બુકિંગ વચ્ચે ૨૫ દિવસનો સમયગાળો રખાયો છે.

આ પણ વાંચો : Surat News : સુરતમાં રખડતા કૂતરાનો આતંક યથાવત, ભેસ્તાનમાં ચાર વર્ષના બાળકને મોઢા પર કૂતરાએ ભર્યા બચકા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *