Ahmedabad News : અમદાવાદમાં શહેર કોટડા પોલીસ સ્ટેશન સામે કારખાનામાં ભીષણ આગ, 16 ફાયર ફાયટરે આગ લીધી કાબુમાં

📅 Published: March 5, 2026 | 📂 Category: gujarat-news
અમદાવાદમાં કારખાનામાં ભીષણ આગ લાગી હતી અને મોડી રાતે સેવ બનાવવાના કારખાનામાં આગ લાગતા દોડધામ મચી હતી, તો શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે આ આગ લાગી હતી અને 16 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે. તો ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં લાગી આગ

અમદાવાદ શહેરના સરસપુર શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે મોડી રાત્રે સેવ બનાવવાના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડની 16 ગાડીઓ દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવામાં આવી છે, તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો સ્ટાફ પણ પહોંચ્યો હતો અને આગ લાગવાનું કારણ અકબંધ છે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આગ લાગતા આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા

તો સેવ બનાવવાના કારખાનામાં આ આગ લાગી હોવાની વાત સામે આવી છે, તો આ આગમાં કોઈ જાનહાની નથી અને ફાયર વિભાગે આગને કાબુમાં લીધી છે અને હાલ કુલિંગ કામગીરી ચાલી રહી છે અને કારખાનાના માલિકનું પોલીસે અને ફાયર વિભાગે નિવેદન લીધું છે, ઉનાળાની શરૂઆત થતાની સાથે શહેરમાં આગ લાગવાના બનાવો શરૂ થયા છે.
આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ગરમીનું જોર વધશે, રાજકોટમાં સૌથી વધારે ગરમી નોંધાઈ
 

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *