Ahmedabad News : અમદાવાદમાં 2 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપાઈ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન પાડયું પાર

📅 Published: March 19, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદમાં બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે અને 2 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આ ચલણી નોટો ઝડપી છે, 500ના દરની બનાવટી નોટ કબ્જે કરવામાં આવી છે, એક મહિલા સહિત 6 લોકોની ધકરપકડ કરવામાં આવી છે, અને મોડી રાત્રે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

સુરતથી આવતી ગાડીમાંથી ઝડપાઈ બનાવટી ચલણી નોટો

અમદાવાદમાં બનાવટી ચલણી નોટ સાથે એક મહિલા સહિત 6ની ધરપકડ કરવામાં આવી છે, 500ના દરની બનાવટી નોટો કબ્જે કરવામાં આવી છે અને બનાવટી નોટો સુરતથી લઈને નીકળ્યા હતા અને અમદાવાદમાં ઝડપાયા છે, ક્રાઈમ બ્રાંચે અન્ય એક જગ્યાએ પણ કરી રેડ, આ બનાવટી નોટો કોને આપવાની હતી અને કયા ઉપયોગમાં લેવાની હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુમ થયેલા ફોન શોધવા સેન્ટ્રલ પોર્ટલ થયું અપગ્રેડ

ક્રાઈમ બ્રાન્ચના વિવિધ યુનિટના કુલ 61 અધિકારીઓ અને કર્મચારીઓ માટે બપોરે 12:00 થી 01:15 કલાક દરમિયાન એક સઘન તાલીમ સત્ર યોજાયું હતું. આ સત્રમાં પોર્ટલમાં આવેલા નવા ટેકનિકલ સુધારાઓ અને ફીચર્સ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ તાલીમ બાદ હવે પોલીસ દળ ચોરાયેલા હેન્ડસેટને વધુ ચોકસાઈ અને ઝડપથી ટ્રેસ કરવા માટે સક્ષમ બન્યું છે.

આ પણ વાંચો : Gujarat Weather News : ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી, વરસાદની બે સિસ્ટમ થઈ સક્રિય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *