Ahmedabad News: ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનામાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશાલ ગુર્જરની પોલીસે ધરપકડ કરી

📅 Published: March 2, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદના મણિનગર વિસ્તારમાં દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જ્યોનો બનાવ સામે આવ્યો હતો. યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશાલ ગુર્જરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને લોકોએ તેને પકડીને બરાબર મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવના આ કેસમાં કાર ચાલક વિશાલ ગુર્જરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કાર ચાલક વિશાલ ગુર્જરની તાત્કાલિક અટકાયત કરી

અમદાવાદના મણીનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશાલ ગુર્જરે નશાની હાલતમાં બેફામ કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિક લોકોએ વિશાલ ગુર્જરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. વિશાલ ગુર્જર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો ભાણિયો હોવાનું સામે આવ્યું છે. વિશાલની કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોવાનું પણ જાણવા મળ્યું છે. કારમાંથી એનએસયુઆઈનું બોર્ડ પણ મળ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે આરોપી વિશાલ સામે વધુ કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે વિશાલ ગુર્જર સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને તેની અટકાયત કરી છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Vadodara News : ઈરાનથી છૂટેલી મિસાઈલ ઈઝરાયેલ પહોંચતા કેટલી વાર લાગે, જાણો શું કહ્યું ત્યાંના સ્થાનિકોએ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *