Ahmedabad News: યુનિકોન અને પોપકોર્ન વચ્ચેનો તફાવત ખબર નથી તેવા લોકો રોજગારી પર સવાલો કરે છે : અનિલ પટેલ

📅 Published: March 20, 2026 | 📂 Category: gujarat-news

રાજ્યમાં બેરોજગારી સંદર્ભના કોંગ્રેસના આક્ષેપ બાબતે ભાજપ પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ આક્ષેપો બેબુનિયાદ, તથ્યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્ડાથી પ્રેરિત છે. ગુજરાતમાં બેરોજગારીનો દર ફક્ત 1.1% છે. ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની માટીમાં જ વેપાર અને સાહસ, અહીંનું કલ્ચર માત્ર રોજગારી મેળવવાનું નથી, પણ હજારો હાથોને કામ આપવાનું છે. ગુજરાતનો યુવાન આજે સાબિત કરી રહ્યો છે કે તે જોબ સીકર નહીં પણ આત્મનિર્ભર જોબ ગીવર છે. ગુજરાત દેશના સૌથી મોટા ઔદ્યોગિક રાજ્યોમાંનું એક છે. સમગ્ર દેશમાંથી લોકો રોજગારી મેળવવા ગુજરાતમાં આવે છે.

બમ્પર ભરતી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ

ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે 7 હજારથી વધુ ભરતી મેળાના આયોજન થકી 8 લાખથી વધુ યુવાનોને રોજગારી આપી છે. જયારે છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર કચેરીઓ દ્વારા 15 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવા તથા નોકરીદાતાઓને તેમની જરૂરીયાત મુજબનું માનવબળ પૂરૂ પાડવા ઓનલાઈન વ્યવસ્થાના ભાગરૂપે ‘અનુબંધમ’ વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે. ‘અનુબંધમ’ વેબ પોર્ટલ પર કુલ ચાર લાખ એંશી હજારથી વધુ ઉમેદવારો તથા 54 હજારથી વધુ નોકરીદાતાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત ગુજરાત ગૌણ સેવામાં ૫૬૬૦ જેટલી અને પોલીસ વિભાગમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓની બમ્પર ભરતી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.

સ્ટાર્ટઅપ હબ તરીકે ઊભરતું રાજ્ય

રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય વર્ષ ૨૦૦૨ થી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. ડૉ. પટેલે ઉમેર્યું હતું કે World Bank અને DPIIT રેન્કિંગમાં ગુજરાત ટોપ રાજ્યોમાં સ્થાન પામે છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારત સમગ્ર વિશ્વમાં ૩જો ક્રમાંક ધરાવે છે. દેશમાં ૧.૬૪ લાખથી વધુ સ્ટાર્ટઅપ અને તેમાં પણ ૧૨૫ કરતા વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ નોંધાયા છે, જે ૨૧ લાખથી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે. ગુજરાત પણ સ્ટાર્ટઅપ હબ તરીકે ઊભરતું રાજ્ય બન્યું છે. રાજ્યની ભાજપા સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકીને યુવાનોને આર્થિક રીતે પગભર કરવાનું કામ કર્યું છે. ઈ-શ્રમ પોર્ટલ પર બિનસંગઠિત ક્ષેત્રનાં ૧.૧૯ કરોડ કામદારો રજીસ્ટર્ડ થયેલા છે. Udyam પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલ MSMEs ની સંખ્યા 37.56 લાખ છે.

આ પણ વાંચોઃ Patan News : જીલિયા ફાર્મ પર થયેલા હુમલામાં મસ્તાની ગેંગનો હિસાબ થશે, ભાવેશ રબારીના ફાર્મ પર બુલડોઝર ફરશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *