Ahmedabad News: રાજ્યમાં બોમ્બ થ્રેટની ધમકી આપનાર આરોપી પોલીસની ગિરફ્તમાં છતાં ધમકી મળતા ફરિયાદ નોંધાઈ

📅 Published: March 10, 2026 | 📂 Category: gujarat-news

ગુજરાતમાં કોર્ટ, સ્કૂલ અને સરકારી કચેરીઓ સહિતની જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ સતત મળી રહી છે. પોલીસને આ ધમકી આપનાર શખ્સને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસે સૌરભ બિશ્વાસ નામના શખ્સની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યાં ફરીવાર રાજ્યમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. આરોપી પોલીસની ગિરફ્તમાં હોવા છતાં ધમકીઓ મળતાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે અજાણ્યા ઇસમના નામે ફરિયાદ નોંધી

મળતી માહિતી મુજબ વધુ એક બોમ્બ થ્રેટની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. આ મામલે અગાઉ એક આરોપી સૌરભ બિશ્વાસની ધરપકડ પણ કરવામાં આવી હતી.પરંતુ આરોપી પોલીસ કસ્ટડીમાં હોવા છતાં ફરી ધમકી મળતા તપાસ એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અજાણ્યા ઇસમના નામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટેકનિકલ સર્વેલન્સ તેમજ અન્ય એંગલથી તપાસ શરૂ

પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સ તેમજ અન્ય એંગલથી તપાસ શરૂ કરવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિ કોણ છે અને ધમકી પાછળ શું હેતુ છે તે જાણવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.સુરક્ષા એજન્સીઓ દ્વારા શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં પણ સતર્કતા વધારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ Rajkot News: પોલીસ કર્મીએ પરીણિત હોવાની હકીકત છુપાવી, યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *