Ahmedabad News: શાહઆલમમાં કાર પર પાણીના છાંટા ઉડતા બબાલ, પુત્રએ પિતાના ઝઘડાનો બદલો લેવા છરીના ઘા ઝીંક્યા

📅 Published: March 4, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં રોડ પર ચાલતી ગાડી પર પાણી ઉડવા જેવી નાની વાતમાં પિતા-પુત્ર લોહીલુહાણ થયા છે. ઇમરાન પઠાણ નામના વ્યક્તિની કાર પર પાણીના છાંટા ઉડતા શરૂ થયેલો ઝઘડો ખૂની હુમલામાં ફેરવાઈ ગયો હતો.

પિતાના ઝઘડામાં પુત્રએ કર્યો છરી વડે હુમલો

ઘટનાની મળતી માહિતી અનુસાર, ઇમરાન પઠાણ સાથે પાણી ઉડાડવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાની જાણ ઇમરાનના પુત્ર સફ્ફાન પઠાણને થતા તે તાત્કાલિક કાર લઈને સ્થળ પર પહોંચ્યો હતો. પિતા સાથે થયેલી માથાકૂટનો બદલો લેવા માટે સફ્ફાને ઉશ્કેરાઈને સામે પક્ષના પિતા-પુત્ર પર છરી વડે આડેધડ ઘા ઝીંક્યા હતા.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, આરોપીની ધરપકડ

આ હુમલામાં મોહમદ ઈરફાન (પિતા) અને ફૈઝાન (પુત્ર) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ ઇસનપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુખ્ય આરોપી સફ્ફાન પઠાણની ધરપકડ કરી છે અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો – Ahmedabad : બાવળામાં દેશી દારૂનો વીડિયો, કેરાળા બ્રિજ પર બેસી 2 યુવક દારૂની મેહફીલ માણતા હતા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *