Ahmedabad News: AMCએ ચાંદલોડિયામાં 6 સાઈટોને સીલ માર્યું, વસ્ત્રાપુર અને ગુરૂકુળ વિસ્તારમાં પણ કાર્યવાહી

📅 Published: March 6, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદમાં તંત્ર દ્વારા દબાણો મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. AMCના એસ્ટેટ વિભાગે નિયમ ભંગ કરનારા સામે લાલ આંખ કરી છે. શહેરમાં ચાંદલોડિયા વોર્ડમાં 6 સાઈટોને સીલ કરી દેવાઈ છે. સત્યમ મંગોલિયા,આર્કેડિયા 57, સાંકેથમ લેક વ્યુ, ધ સેવન, સીલ આત્મન ગેંડ્યોર જેવા એકમોને સીલ કરી દેવાયા છે. આ દરેક એકમ પાસેથી 50 હજારનો વહીવટી ચાર્જ વસૂલાશે.

વસ્ત્રાપુર અને આસપાસ એકમો કરાયા સીલ

બીજી તરફ અમદાવાદમાં નાના ચીલોડા સર્કલ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગે ટોયોટા સર્કલથી નાના ચિલોડા રસ્તો ખુલ્લો કરાયો છે. 120 જેટલા કોમર્શિયલ બાંધકામો દૂર કરાયા છે. જ્યારે વસ્ત્રાપુર અને આસપાસના એકમોને પણ સીલ કરાયા છે. ફૂટપાથની જગ્યા પર લારી ગલ્લા મુકનાર પર તંત્ર દ્વારા તવાઈ બોલાવાઈ છે. ગુરૂકુળ રોડ પર ચાર એકમ સીલ કરી દેવાયા છે. નીલમ સેન્ડવીચ, આંટી દે પરાઠે, શિવમ સ્નેક્સ વસ્ત્રાપુર અને લીલા સેન્ડવીચ અને મૈસુર ઢોંસાને સીલ મારી દેવાયું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: લોક અદાલતમાં ઈ ચલણ ભરવાથી ડિસ્કાઉન્ટ મળે છે તે વાત ખોટી, DLSAના સેક્રેટરીની સ્પષ્ટતા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *